ધોધંબાના ગોરાડા ચોકડી પાન-મસાલાની દુકાન માંથી રૂ.૬૮,૧૭૪ ના દારૂ સાથે બે ઈસમો ઝડપ્યા

ધોધંબા તાલુકાના ગોરાડા ચોકડી પાસે પાન-મસાલાની દુકાન અને બર્ગમેન ગાડીમાં વિદેશી દારૂ રાખી હેરફેર કરતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂ-બીયર મળી રૂ.૬૧૭૪/-તથા મોટર સાયકલ, મોબઈલ ફોન સહીત રૂ.૧,૧૩,૬૭૪/-ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

ધોધંબા તાલુકાના ગોરાડા ચોકડી પાસે પાન-મસાલાની દુકાન ચલાવતા પ્રવિણભાઈ નાનાભાઈ બારીયા આર્થિક ફાયદા માટે ભારતીય બનાવટના દા‚ હેરફેર કરતા હોય તે સ્થળે દામાવાવ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ભારતીય બનાવટનો દારૂ કવાટરીયા તથા બિયર ટીનની બોટલો કુલ નંગ-૨૭૮ કિંમત રૂા.૬૧૭૪/- તેમજ મોટર સાયકલ, મોબાઈલ ફોન નંગ-૨ મળી કુલ રૂ.૧,૧૩,૧૭૪/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપીઓ રાકેશ નરવતભાઈ બારીયા, પ્રવિણ દેવાભાઈ રાઠવાને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી પ્રવિણભાઈ બારીયા સહિત એક વ્યકિત નાશી છુટીયો હતો. આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.