
શહેરા નગરના વિકાસમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. રાજ્ય સરકાર દ્વારા કરોડો પિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવું સર્કિટ હાઉસ બાંધીને સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવ્યું છે. જોકે, બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં હજુ સુધી તેના લોકાર્પણનું મુહૂર્ત ન નીકળતા, હવે આ આરામ ગૃહનું લોકાર્પણ ક્યારે થશે તે અંગે સ્થાનિક નાગરિકો અને મુલાકાતીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
શહેરા તાલુકા મથક હોવાથી અહીં વિવિધ સરકારી કામકાજ, વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા તેમજ વહીવટી તપાસ અર્થે જીલ્લા અને રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ, મંત્રીઓ, પદાધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોની સતત અવરજવર રહેતી હોય છે. અત્યાર સુધી શહેરામાં આધુનિક અને સુવિધાયુક્ત સરકારી આરામ ગૃહની મોટી કમી વર્તાતી હતી, જેના કારણે બહારથી આવતા અધિકારીઓ અને મહેમાનોને રોકાણ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો પિયાની માતબર ગ્રાન્ટ ફાળવીને નવા સર્કિટ હાઉસના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. નવનિર્મિત સર્કિટ હાઉસ કોઈ ખાનગી હોટલને પણ ટક્કર મારે તેવી અદ્યતન સુવિધાઓ અને આકર્ષક બાંધકામ સાથે તૈયાર કરવામાં આવ્યું છે.નવનિર્મિત સર્કિટ હાઉસ માં મુલાકાતીઓ અને અધિકારીઓના રોકાણ માટે કુલ ૮ સુવિધાયુક્ત મ બનાવવામાં આવ્યા છે. જેમાં ૬ ડિલક્સ મ અને અતિ-મહત્વના મહાનુભાવો માટે ૨ અત્યાધુનિક સ્યુટ મનો સમાવેશ સાથે તમામ મમાં આધુનિક ફર્નિચર અને જરી તમામ સગવડો પૂરી પાડવામાં આવી છે.વહીવટી બેઠકો, તાલુકા કક્ષાની સમીક્ષા બેઠકો અને મહત્વપૂર્ણ સરકારી ચર્ચાઓ સરળતાથી યોજી શકાય તે માટે એક વિશાળ અને સુવિધાયુક્ત મીટિંગ હોલ તૈયાર કરાયો છે.હાલમાં આ નવનિર્મિત સર્કિટ હાઉસનું તમામ સિવિલ અને ફર્નિચર સહિતનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ભવન ઉપયોગ માટે એકદમ સજ્જ છે. કરોડો પિયાના ખર્ચે તૈયાર થયેલી આ સરકારી મિલકત ધૂળ ખાતી ન પડી રહે અને વહેલી તકે વહીવટી ઉપયોગમાં આવે તેવી લાગણી શહેરાવાસીઓમાં પ્રબળ બની છે. હવે વહીવટી તંત્ર અને સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા આ અદ્યતન સર્કિટ હાઉસનું લોકાર્પણ ક્યારે કરવામાં આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.