આકાશવાણી ગોધરાના યુવવાણી કાર્યક્રમમાં ટેલિવિઝનથી રીલ્સ સુધી : યુવાનોની બદલાતી મીડિયા દુનિયા વિશે મિત્તલબેન બારીઆનો વાર્તાલાપ પ્રસારિત થશે

આકાશવાણી ગોધરાના યુવવાણી કાર્યક્રમમાં ટેલિવિઝનથી રીલ્સ સુધી: યુવાનોની બદલાતી મીડિયા દુનિયા વિષય પર વિશેષ વાર્તાલાપ પ્રસારિત થનાર છે. વિશ્ર્વ ટેલિવિઝન દિવસ નિમિત્તે ગોધરા તાલુકાના પઢિયાર ગામના યુવા વક્તા મિત્તલબેન બારીઆ તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૬ શનિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે ઋખ ૧૦૨.૨ પર યુવાનો સાથે સીધો સંવાદ કરશે.

આ વાર્તાલાપમાં મિત્તલબેન બારીઆ ટીવીથી મોબાઇલ સુધીની સફર, રીલ્સનું વધતું આકર્ષણ, ઘટતી એકાગ્રતા અને ફેક ન્યૂઝ જેવા મહત્ત્વના પાસાઓ પર પ્રકાશ પાડશે. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ કે ટેક્નોલોજી આપણો ઉપયોગ કરી રહી છે? સ્ક્રીન ટાઈમની સ્વાસ્થ્ય પર થતી અસર અને માત્ર દર્શક બની રહેવાને બદલે સર્જક કેવી રીતે બનવું, તેવા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા થશે. યુવાનો માટે માર્ગદર્શક બની રહેનાર આ કાર્યક્રમમાં આભાસી મિત્રો અને વાસ્તવિક સંબંધો વચ્ચેના સંતુલન તથા ડિજીટલ સાક્ષરતા અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ થશે.