ફોરવીલ ગાડી મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતા મોટર સાયકલ ચાલકનું સ્થળ પર મોત.
દેવગઢ બારીયા ગઈકાલે સાંજે પુરપાટ દોડી આવતી – તાલુકાના પંચેલા ગામે નેશનલ હાઇવે પર સામેથી આવતી મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું સ્થળ પર જ મોત નીપજયાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર એક ફોરવીલ ગાડીનો ચાલક તેના કબજાની જીજે-૧૪બીએચ-૭૨૯૪ નંબરની ફોરવીલ ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી દેવગઢ બારીયા ના પંચેલા ગામે નેશનલ હાઈવે પર સામેથી આવતી જીજે-ર૦-એએલ- ૫૬૮૬ નંબરની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના નવાપાડા ગામના ખાડા ફળિયામાં રહેતા ૩૬ વર્ષીય રાકેશભાઈ મોહનસિંહ રાવત મોટર સાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતા તેને માથામાં તથા શરીર એક ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે તેના ફોરવીલ ગાડીના ચાલક કબજાની ફોરવીલ ગાડી લઈ સ્થળ પરથી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પીપલોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મરણ જનાર રાકેશભાઈ મોહનસિંહ રાવત ની લાશનો કબજો લઈ પંચો બ લાશનું પંચનામુ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે પીપલોદ સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંબંધે મરણ જનાર રાકેશભાઈ મોહનસિંહ રાવતના ભાઈ નિર્ભય સિંહ મોહનસિંહ રાવતે પિપલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભ ફોરવિલ ગાડી ના ચાલક વિદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
૦