ઝાલોદની કાળીતળાઈ ગામે સતી તોરલ હોટલ આગળથી ડમ્ફર ગાડી ચોરાઈ

દાહોદ જીલ્લામાં હાલ ફોરવીલ વાહનોની ચોરીનું પ્રમાણ પણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. તેવા સમયે દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે ઝાલોદ રોડ પર આવેલ સતી તોરલ હોટલ આગળ ગઈ કાલે રાત્રિના સમયે સક્રિય બનેલ વાહન ચોર ટોળકીએ પોતાનો કસબ અજમાવી પાર્ક કરેલ ડમ્પર ગાડી ચોરીને લઈ ગયાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર મોટી ખરજ ગામના ડામોર ફળિયામાં રહેતા રોકીભાઈ જેસીંગભાઈ ડામોરે પોતાનું ‚પિયા ૫૫,૦૦,૦૦૦/-ની કિંમતની જીજે-૨૦-એક્સ-૬૬૪૩ નંબરની ટાટા સિગ્ના ડમ્પર ગાડી કાળી તળાઈ ગામે ઝાલોદ રોડ પર આવેલ સતિ તોરલ આગળ લોક મારીને પાર્ક કરી હતી તે ડમ્પર ગાડી વાહન ચોર ટોળકી પોતાનો કસબ અજમાવી ચોરીને લઈ ગઈ હતી. આ સંબંધે ડમ્પર ગાડીના માલિક મોટી ખરજ ગામના ડામોર ફળિયામાં રહેતા રોકીભાઈ જેસીંગભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે વાહન ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.