મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જીલ્લાના પ્રવાસના ત્રીજા દિવસે ચાંદાવાડા ગામના ભાભોર ફળીયામાં સ્થાનિક આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક કરી લઈ આત્મીય સંવાદ કર્યો

આ પ્રસંગે મુખ્યમંત્રીનું ગ્રામજનોએ આદિવાસી લોક નૃત્ય થકી સ્વાગત કર્યું હતું. ગામના જ નિવાસી દિવ્યાંગ ચૌહાણ દિનેશભાઇ સહિત પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ, સરપંચએ મુખ્યમંત્રીને કમળ આપી સ્વાગત કર્યું હતું. આ સાથે ત્યાંના સ્થાનિક અને સખી મંડળના દિવ્યાંગ બહેનએ પોતાના હાથે વાંસ વડે બનાવેલું તોરણ આપી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ ગ્રામજનો તેમજ બાળકો સાથે ‚બ‚ સંવાદ સાધી તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી હતી.