
કદવાલ તાલુકાના સિંગાપુરા ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના છઠ્ઠા દિવસે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા હાજર રહ્યા હતા. તેમણે મહંત મુકેશગીરી બાપુના આશીર્વાદ લીધા અને કથા સાંભળી હતી.
આયોજકોના આમંત્રણ પર આવેલા રાઠવાએ બાપુને ફૂલહાર પહેરાવ્યો હતો અને તેમના પગે લાગ્યા હતા. તેમની સાથે મુસ્લિમ પંચના પ્રમુખ સોકત અલી મકરાણી, ભાજપ સંગઠનના લઘુમતી મોરચાના પ્રમુખ શોએબ શેખ અને સમાજના આગેવાનો પણ આવ્યા હતા. તેમણે પણ બાપુના આશીર્વાદ લીધા હતા. સ્થાનિક ભક્ત રમણભાઈ બારીયાએ સૌનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.