
આ ઉજવણીના ભાગરૂપે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ઝાલોદ ખાતે હોસ્પિટલના અધિક્ષક ડૉ પ્રતિમા મહેતા ના માર્ગ દર્શન મુજબ હોસ્પિટલના ફાર્માસિસ્ટશ્રી ભાવેશ નાયક દ્વારા હોસ્પિટલમાં NQAS ચેકલિસ્ટ મુજબ પ્રિસ્ક્રિપ્શન તથા ફાર્મસી ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું , ફાર્મસી કાઉન્ટર પર દવા લેવા આવતા તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એન્ટિબાયોટિકસનો ડૉક્ટર દ્વારા નિર્ધારિત કૉર્સ યોગ્ય રીતે અને સમય સર પૂર્ણ કરવા માટે સમજણ આપી હતી, આ સાથે ફાર્માશિસ્ટ દ્વારા ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર તથા કેમિસ્ટ એસોસિએસન ના સંકલનથી શેડ્યુલ H અને H1 દાવાઓના યોગ્ય વેચાણ, પ્રિસ્ક્રિપ્શનની આવશ્યકતા અને નિયમો અંગે જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અટકાવવું એ માત્ર આરોગ્ય તંત્રની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે. સૌના સંયુક્ત પ્રયાસોથી જ દવાઓની અસરકારકતા જાળવીને ભાવિ પેઢીને સુરક્ષિત રાખી શકાશે.