ગોધરામાં ભાજપ દ્વારા અરાજકતા હટાવો, લોકતંત્ર બચાવો પદયાત્રા રાજ્યમંત્રી સહિત ધારાસભ્યો જોડાયા

પંચમહાલ જીલ્લા ભાજપ સંગઠન દ્વારા ગોધરા શહેરમાં અરાજકતા હટાવો, લોકતંત્ર બચાવો અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના લાલબાગ મેદાન ખાતેથી શ‚ થયેલી આ પદયાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા સહિત ભાજપના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

પદયાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા, લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત મોરવા હડફ અને ગોધરાના ધારાસભ્યો તેમજ ભાજપના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યકરોને સંબોધિત કરતાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

લાલબાગ મેદાનથી શ‚ થયેલી પદયાત્રા પોલીસ હેડક્વાર્ટર, પાંજરાપોળ, એલઆઈસી રોડ અને કલાલ દરવાજા સહિત ગોધરા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ત્યારબાદ પદયાત્રા પુન: લાલબાગ મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ પદયાત્રામાં પંચમહાલ જીલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ જોડાયા હતા. ભાજપ સંગઠન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ જોવા મળી હતી.