
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડ પરિસરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ ઝડપથી ફેલાઈ જતાં આસપાસની અંદાજે ૭ દુકાનો તેની લપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં દુકાનોની અંદર રહેલું ફર્નિચર અને ખાણીપીણીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે અસરગ્રસ્ત વેપારીઓએ તંત્ર પાસે નુકસાનનો સર્વે કરીને વળતર ચૂકવવાની માગ કરી છે.
દુકાનોનું ફર્નિચર અને ખાણીપીણીનો સામાન બળીને ખાખ ગોધરાના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જે જોતજોતામાં આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. આગની લપેટમાં આવેલી અંદાજે ૭ દુકાનોમાં રાખવામાં આવેલું ફર્નિચર તેમજ ખાણીપીણીનો તમામ સામાન સંપૂર્ણપણે બળી ગયો હતો. આ આગની ઘટનામાં વેપારીઓને લાખો પિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે.
આગ ઝડપથી ફેલાતા સામાન બહાર કાઢવાનો સમય ન મળ્યો બસ સ્ટેન્ડમાં આગ લાગ્યા બાદ તેણે અચાનક વિકરાળ સ્વપ ધારણ કરી લેતાં દુકાનદારોને પોતાનો કીમતી સામાન બહાર કાઢવાનો પૂરતો સમય મળ્યો નહોતો. આગની લપેટમાં દુકાનો આવી જતાં અંદર રહેલો તમામ માલસામાન બળીને નષ્ટ થઈ ગયો હતો, જેના કારણે વેપારીઓની રોજીરોટીનું મુખ્ય સાધન છીનવાઈ ગયું છે.
નુકસાનનો યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવા વેપારીઓની માગ આગની દુર્ઘટનામાં પોતાની દુકાનો અને માલસામાન ગુમાવનારા સ્થાનિક વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે. રોજીરોટીનું સાધન છીનવાઈ જતાં અસરગ્રસ્ત વેપારીઓએ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરીને થયેલા નુકસાનનો યોગ્ય સર્વે કરવા અને તે મુજબ યોગ્ય વળતર ચૂકવવા માટે માગણી કરી છે.