
છોટાઉદેપુર જિલ્લા ભાજપે બોડેલી APMC ખાતે સંગઠનાત્મક બેઠક યોજી. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જિલ્લા સંગઠન પ્રભારી હિંમતભાઈ પડશાળા હાજર રહ્યા.બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા. સંખેડા અને પાવીજેતપુરના ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા.
બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા, પક્ષની કામગીરી અને કાર્યકરોની ભૂમિકા અંગે ચર્ચા થઈ. આગેવાનોએ આ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. બેઠકનો હેતુ સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકરો વચ્ચે સંકલન વધારવાનો હતો.