
સંખેડા તાલુકાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ સંખેડા જઝ બસ સ્ટેશન પહોંચ્યા અને કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ સાથે વાત કરી.
વિદ્યાર્થીઓએ મુસાફરીને લગતી મુશ્કેલીઓ અને પોતાની રજૂઆતો ધારાસભ્ય સમક્ષ મૂકી હતી. તેમણે વિદ્યાર્થીઓની વાત સાંભળી અને મુશ્કેલીઓ દૂર કરવા માટે આશ્ર્વાસન આપ્યું. ધારાસભ્ય તડવીએ ડેપોમાં ફરજ બજાવતા જઝ કર્મચારીઓ અને ત્યાં આવતા નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી.