
ગોધરા શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શહેરની પોલીસ ચોકી નંબર-૭ નજીક રાત્રે એ ડિવિઝન પોલીસના કર્મચારીઓએ પોલીસ બેન્ડના તાલ સાથે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા.

પોલીસ કર્મીઓ દ્વારા બેન્ડની ધૂન પર દેશભક્તિના ગીતો વગાડવામાં આવતા આસપાસના વિસ્તારમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો. આ દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગપે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ વિશેષ રજૂઆતનો હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના જગાડવાનો હતો. ગોધરાની રાત્રિમાં ગુંજેલી દેશભક્તિના ગીતોની ધૂન અને બેન્ડના તાલે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.