ભાવનગર લઠ્ઠાકાંડમાં સંતરામપુરના બુગડ ગામના યુવકનુ મોત

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના ૩૬ વર્ષિય યુવકનુ ભાવનગર ખાતે નકલી દા‚ પીવાથી ક‚ણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતક હિટાચી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો અને કમાઉ દિકરાના અચાનક અવસાનથી પરિવારને મોટો આઘાત સહન કરવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના બુગડ ગામના વતની મુકેશ મણિલાલ ડામોર (ઉ.વ.૩૬)ભાવનગર ખાતે હિટાચી મશીન ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે કામ પરથી છુટીને ધરે જતી વખતે રસ્તામાં દા‚ની બોટલ લઈને મુકેશ અને તેના એક મિત્ર સાથે મળીની દા‚નુ સેવન કર્યુ હતુ. દા‚ પીધાના ૧૦ જ મિનીટમાં મુકેશને આખા શરીરે અસહ્ય બેચેની શ‚ થઈ હતી. અને ઉપરા છાપરી ઉલ્ટીઓ થવા લાગી હતી. ઝેરી દા‚ની અસરથી હાલત લથડતા તેને તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સ્થિતિ વધુ નાજુક બનતા સરટી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. સરટી હોસ્પિટલ ખાતેની વર્ષની દિકરી અને છ માસના નિર્દોષ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.