દાહોદ એલસીબી પોલીસની ટીમે અભલોડ ગામે દરોડો પાડીને પોતાના ધરના નળિયામાં ગેરકાયદેેસર રીતે દેશી હાથ બનાવટનો કટ્ટો છુપાવી રાખનાર એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
એલસીબીના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ લીલેશભાઈ શણુભાઈને મળેલી ચોકકસ બાતમીના આધારે જેસાવાડા પોલીસ મથક વિસ્તારના અભલોડ વરજંગીયા ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ૨૯ વર્ષિય આરોપી મુકેશભાઈ ઉર્ફે તુફાન છગનભાઈ પલાસના ધરની તપાસ કરતા તેણે મકાનની પાછળના ભાગે નળિયામાં સંડાડેલ .૨,૦૦૦/-ની કિંમતની ગેરકાયદેસર દેશી બનાવટની એક પિસ્તોલ કટ્ટો મળી આવ્યો હતો. પોલીસ આ હથિયાર જપ્ત કરી આરોપી મુકેશ ઉર્ફે તુફાનની સ્થળ પર અટકાયત કરી હતી. બાદમાં જેસાવાડા પોલીસ મથકે આર્મ્સ એકટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.