ગોધરા વ્હોરા ગ્રાઉન્ડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગ માંથી ત્રણ બાઈકના આગળના ટાયરનો ચોરી

ગોધરા વ્હોરા ગ્રાઉન્ડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટની નીચે પાર્કીંગવાળી જગ્યાએ પાર્ક કરેલ ત્રણ મોટર સાયકલના આગળના ટાયરોની ચોરી કરી તેમજ એક બાઈકના ટાયરની ચોરીનો પ્રયાસ કરેલ હોય આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંેધાવા પામી છે.

ગોધરા શહેરના વ્હોરા ગ્રાઉન્ડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી તાથ અન્ય લોકોએ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં પોતાની બાઈક પાર્ક કરેલ હોય ત્યારે તા.૨૩/૦૮/૨૦૨૬ના રોજ રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ મોટર સાયકલ નંબર જીજે.૧૭.બીઈ.૭૫૨૧, બાઈક નંબર જીજે.૧૭.બીએફ.૪૪૨૪, બાઈક નંબર જીજે.૧૭.બીસી. ૫૧૯૧નું આગળનું ટાયર ખોલીને ચોરી કરી ગયેલહ ોય તેમજ બાઈક નંબર જીજે.૧૭.સીડી.૫૪૬૮નું આગળ ટાયર ખોલી ત્યાં છોડી દઈ ચોરીનો પ્રયાસ કરેલ હોય આમ, અજાણ્યા ચોર ઈસમોએ ત્રણ મોટર સાયકલના આગળના ત્રણ ટાયરો કિંમત ‚ા.૧૨,૦૦૦/-ની ચોરી કરી ગયેલ હોય આ બાબતે મોહમંદ યાકુબભાઈ એરાલવાલા એ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.