બાલાસિનોરમાં રાજયોગિની દીદી પ્રકાશમણીજીની સ્મૃતિએ રકતદાન માં કેમ્પ યોજાયો

બાલાસિનોરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા રાજયોગિની દીદી પ્રકાશમણીજીની ૧૯મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં કુલ ૩૩ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ રક્તદાન કેમ્પ જે.સી.આઈ. બાલાસિનોર, કે.એમ.જી. હોસ્પિટલ, લાયન્સ ક્લબ બાલાસિનોર અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયો હતો.

તેનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાનો અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.

આ પ્રસંગે અનેક રક્તદાતાઓએ માનવતાની ભાવનાથી પ્રેરિત થઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. આયોજકોએ તમામ રક્તદાતાઓ, સહયોગી સંસ્થાઓ, તબીબી ટીમ અને કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરનાર સેવાભાવી કાર્યકરોનો આભાર માન્યો.

બાલાસિનોરના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે યોજાયેલા આ અભિયાન દ્વારા “રક્તદાન કરો, જીવન બચાવોનો માનવતાનો સંદેશ આપવામાં આવ્યો. ૩૩ યુનિટ રક્ત એકત્રિત થવું એ બાલાસિનોરના નાગરિકોની સેવાભાવના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂપાડે છે.