દે.બારીયા શહેર માંથી પસાર થતો હાઈવે ભે-દરવાજા તરફના રોડ પર પાણી પાણી લીકેજ પાઈપોમાં ભંગાણ પડવાથી

દે. બારીયા શહેર માંથી પસાર થતો સ્ટેટ હાઈવે પર હાલમાં છેલ્લા એક સપ્તાહથી રોડ ઉપર પાણી પાણી જવા મળે છે. પાણીનો પુરવઠો આપવાના સમયે આ મોટી પાઈપ પાણીની ટાંકી તરફ જાય છે. આ પાણીની પાઈપમાં ભંગાણ પડવાના કારણે કિંમતી પીવાનું પાણી વેડફાઈ જાય રહ્યું છે. જેથી વોર્ટસ વર્ક શાખા આ ભંગાણ પાઈપને વહેલી તકે રીપેર કરતો જ અવરજવર કરતા વાહનોના રોડ ખિસ્સા થતો અટકશે અને પગપાળા જતા માઈ ભકતો તેમજ રથ લઈ જતા ર્માં કાલિકાના શ્રધ્ધાળુંઓને મુશ્કેલ દુર થશે ખરી ? તે યક્ષ પ્રશ્ર્ન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરનો હાઈવે રોડ પાવાગઢ તરફ જવાના મુખ્ય માર્ગ ભે-દરવાજા વિસ્તારના નાળા પાસે પીવાના પાણીની મોટી પાઈપમાં ભંગાણ પડતા પાણી સપ્લાયના સમયે પુષ્કળ પ્રમાણે પીવાનું પાણીનું વેડફાય થઈ રહ્યું છે તો પણ પાલિકાના પાણી પુરવઠા શાખાના કર્મીઓનું પેટનું પાણી હાલતું નથી. આપણા પંથકમાં માત્ર ૧૨ ઈંચની આસપાસ મોન્સુનનો નોંધાયો છે. તે સીજનનો ૫૦ ટકા પણ નથી. જેમ વેડફાતું પીવાનું પાણી અટકાવવાની જવાબદારી કોની આવે છે. તેઓ આ ભંગાણ પડેલી પીવાના પાણીની પાઈપનું યુધ્ધના ધોરણે રીપેર કાર્ય કરવામાં આવે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.