
શ્રાવણના બીજા સોમવારે શહેરા પંથક હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યું.
શહેરાના પૌરાણિક મરડેશ્ર્વર મંદિર ખાતે ભક્તોનું મહેરામણ ઉમટ્યું.
રૂદ્રાક્ષ ભાત ધરાવતા વિશાળ શિવલિંગના દર્શન કરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા.

પંચમહાલ જીલ્લાના શિવાલયો શ્રાવણ માસના બીજા સોમવારે ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઊઠયા હતા. જીલ્લાના પૌરાણિક અને સ્વયંભૂ મરડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું.
પંચમહાલ જીલ્લામાં શ્રાવણ માસના દ્વિતીય સોમવારે હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી નાના-મોટા શિવાલયો ગુંજી ઊઠ્યા હતા. પૌરાણિક સ્વયંભૂ મરડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. શિવભક્તોએ દેવાધિદેવ મહાદેવને જળ અને બીલીપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના સાથે ધન્યતા અનુભવી હતી.મરડેશ્ર્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. શ્રાવણી સોમવાર હોવાથી મંદિર ખાતે પંચમહાલ કે ગુજરાતના જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મરડેશ્ર્વર મહાદેવના ચરણોમાં સીસ નમાવવા પહોંચ્યા હતા.મરડેશ્ર્વર મંદિર ખાતે બિરાજમાન શિવલિંગ ૮ ફૂંટ ઊંચાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતું અત્યંત વિશાળ અને ભવ્ય સ્વપ છે. આ શિવલિંગની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના પર કુદરતી રીતે જ દ્રાક્ષ જેવી સુંદર અને સ્પષ્ટ ભાત ઉપસેલી જોવા મળે છે.સમગ્ર દિવસ દરમિયાન મંત્રોચ્ચાર, શિવ સ્તોત્ર પાઠ અને હર હર મહાદેવના ગુંજારવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
