
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને ઝડપી શહેરીકરણની અસર હવે ખેતીલાયક જમીન પર સ્પષ્ટ જોવા મળી રહી છે. લોકસભામાં રજૂ થયેલા ‘લેન્ડ યુઝ સ્ટેટિસ્ટિક્સના અહેવાલ મુજબ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આશરે ૨.૨૮ લાખ હેક્ટર ખેતીલાયક જમીનમાં ઘટાડો નોંધાયો છે. કૃષિ જમીનનો વધતો બિન-ખેતી ઉપયોગ ખેડૂતો તેમજ રાજ્યની કૃષિ વ્યવસ્થા માટે િંચતાનો વિષય બની રહૃાો છે.
અહેવાલ મુજબ કૃષિ ભૂમિના ઘટાડા પાછળ શહેરી વિસ્તારોનું વિસ્તરણ, ઔદ્યોગિક વિકાસ, માળખાકીય પ્રોજેક્ટ્સ અને જમીનના અન્ય બિન-ખેતી ઉપયોગમાં વધારો મુખ્ય પરિબળો હોવાનું સામે આવ્યું છે.
જિલ્લાવાર સ્થિતિ જોવામાં આવે તો સાબરકાંઠામાં ખેતીલાયક જમીનમાં ૪૩.૭૨ ટકા અને જામનગરમાં ૪૦.૬૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ રાજ્યના સૌથી ઝડપથી વિકસતા શહેરી વિસ્તારોમાંના એક અમદૃાવાદૃમાં પણ ખેતીની જમીનના ઉપયોગમાં મોટો ફેરફાર થયો છે. અહેવાલ પ્રમાણે અમદાવાદમાં આશરે ૭૧,૭૮૬ હેક્ટર જમીન બિન-ખેતી ઉપયોગમાં આવી છે.
કુલ મળીને રાજ્યમાં કૃષિ ભૂમિમાં આશરે ૨.૨૪ લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો હોવાનું અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે. આ આંકડા ગુજરાતમાં જમીનના બદલાતા ઉપયોગની ગંભીર સ્થિતિ તરફ સંકેત આપે છે.
ખેતીનો ખર્ચ સતત વધતો જતાં નાના અને સીમાંત ખેડૂતો માટે ખેતી આર્થિક રીતે પડકારપ બની રહી છે. ખેતીમાંથી મળતી આવક અને જમીનની વધતી બજારિંકમત વચ્ચેનો તફાવત પણ કેટલાક ખેડૂતોને ખેતીલાયક જમીન વેચવા તરફ દૃોરી રહૃાો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોની આસપાસ જમીનના ભાવમાં વધારો થતાં ખેતીની જમીનને રહેણાંક, વ્યાપારી કે ઔદ્યોગિક ઉપયોગ માટે વેચવાની પ્રવૃત્તિ વધી રહી છે.
નિષ્ણાતોના મતે ખેતીલાયક જમીનનું સતત બિન-ખેતી ઉપયોગમાં પાંતરણ ચાલુ રહૃાું તો લાંબા ગાળે રાજ્યની ખાદ્ય સુરક્ષા, ખેડૂતોની આવક અને કૃષિ આધારિત અર્થતંત્ર સામે ગંભીર પડકાર ઊભો થઈ શકે છે. જમીનના બિન-ખેતી ઉપયોગને નિયંત્રિત કરવા સાથે ખેડૂતોને ખેતીમાં ટકાવી રાખવા માટે યોગ્ય ભાવ, િંસચાઈ, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને વૈકલ્પિક આવકના સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવાની જરિયાત છે.
ખેતીલાયક જમીન એક વખત બિન-ખેતી ઉપયોગમાં ફેરવાઈ જાય પછી તેને ફરી ખેતી માટે યોગ્ય બનાવવી મુશ્કેલ બને છે. તેથી વિકાસ અને કૃષિ વચ્ચે સંતુલન જાળવવું હવે ગુજરાત માટે માત્ર પર્યાવરણનો નહીં, પરંતુ ભવિષ્યની ખાદ્ય સુરક્ષાનો પણ મહત્વનો પ્રશ્ર્ન બની રહૃાો છે.