સરકારી અધિકારી પર હુમલા કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કર્યા

“કાયદો એ રાજાઓનો રાજા છે અને કાયદાથી મોટું કોઈ નથી,” એવી મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વિમલ વ્યાસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સાત વર્ષની જેલની સજા સ્થગિત કરવાની અને જામીન આપવાની અરજી ફગાવી દીધી છે.

કોર્ટે નોંધ્યું હતું કે સત્તામાં બેઠેલા લોકપ્રતિનિધિને આ પ્રકારના કેસમાં જામીન આપવાથી સમાજમાં એવો ખોટો સંદૃેશ જઈ શકે છે કે શક્તિશાળી લોકો કાયદાની પહોંચથી ઉપર છે. હાઇકોર્ટે નર્મદા જિલ્લાના રાજપીપળા ટ્રાયલ કોર્ટમાંથી કેસના તમામ પેપર્સ તાત્કાલિક મંગાવીને અપીલની સુનાવણી ઝડપથી પૂર્ણ કરવાનો આદૃેશ આપ્યો છે.

આ સાથે તેમના પર્સનલ આસીસ્ટન્ટ જીતેન્દ્ર વસાવાની જામીન અરજી પણ હાઇકોર્ટે ફગાવી દૃીધી હતી. આમ આ કેસમાં કુલ નવમાંથી સાત આરોપીઓ કે જેમાં વસાવાના પત્ની શકુંતલા વસાવાને જામીન મળ્યા છે જ્યારે બેના જામીન ફગાવાયા છે. હવે ચૈતર વસાવા સુપ્રીમના દ્વાર ખટખટાવી શકે છે.

આ સમગ્ર મામલો ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૩ દરમિયાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના બોગજ ગામ નજીક બન્યો હતો. વન વિભાગના અધિકારીઓએ સરકારી વન જમીન પર થયેલું ગેરકાયદૃેસર અતિક્રમણ દૃૂર કરીને અનધિકૃત પાક હટાવવાની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી બાદૃ ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના પાંચ કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. પ્રોસિક્યુશનના જણાવ્યા અનુસાર, ત્યાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ચૈતર વસાવા તેમજ તેમના સહયોગીઓએ અધિકારીઓ સાથે ગાળાગાળી કરી શારીરિક હુમલો કર્યો હતો. એટલું જ નહીં, કર્મચારીઓ પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ કરી ડરાવવા માટે ગેરકાયદૃે હથિયારમાંથી હવામાં ગોળીબાર પણ કર્યો હતો.

તપાસ અને લાંબી ટ્રાયલ બાદ રાજપીપળાની એડિશનલ સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની અને અન્ય સાત આરોપીઓને બળવો કરવા, ખંડણી વસૂલવા, સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા અને આર્મ્સ એક્ટના ઉલ્લંઘન બદૃ\લ દૃોષિત ઠેરવીને સાત વર્ષની સખત કેદૃની સજા અને દૃંડ ફટકાર્યો હતો. આ ચુકાદા સામે વસાવાએ પોતાની સજા પર સ્ટે મેળવવા અને અપીલ પેન્ડિંગ રહે ત્યાં સુધી જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

જામીન અરજી ફગાવતા હાઇકોર્ટે જાહેર પદ, જવાબદારી અને કાયદાના શાસન અંગે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે અવલોકન કર્યું કે વસાવાને અગાઉ ચોક્કસ શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ તેમણે મળેલી સ્વતંત્રતાનો દૃુરુપયોગ કરીને ફરીથી વ્યક્તિઓ પર હુમલા કર્યા અને પોતાના સમર્થકોના ફાયદા માટે ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખીને શરતોનો ભંગ કર્યો છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ધારાસભ્ય જેવા જવાબદાર પદૃે બેઠેલી વ્યક્તિનું આવું વર્તન શોભનીય નથી. ન્યાયિક વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતી વખતે જનતાનો વિશ્ર્વાસ, ન્યાય પ્રણાલીની ગરિમા અને કાયદાનું શાસન જાળવવું અનિવાર્ય છે.

અદાલતે ઉમેર્યું કે ધારાસભ્ય તરીકે વસાવાએ પીડિત નાગરિકોને કાયદાકીય માર્ગે ઉકેલ લાવવા માર્ગદર્શન આપવું જોઈતું હતું, પરંતુ તેના બદલે તેમણે સરકારી જમીન પર અતિક્રમણ કરનારાઓને વળતર અપાવવા માટે સરકારી કર્મચારીઓને ધમકાવવાનો અને દબાણ કરવાનો માર્ગ પસંદ કર્યો. હોદ્દાના શપથ લેનાર લોકપ્રતિનિધિનું આ યોગ્યતા સામે ગંભીર પ્રશ્ર્નો ઊભા કરે છે. હાઇકોર્ટે રાજપીપળા કોર્ટમાંથી કેસનો તમામ રેકોર્ડ અને પ્રોસીિંડગ્સ ત્વરિત મંગાવીને મૂળ અપીલ પર ગુણદાષના આધારે વહેલી તકે સુનાવણી હાથ ધરવાનો નિર્દૃેશ આપ્યો છે.