હાલોલ ટીંબી ગામે કોર્ટની સામે કેટલાક ઈસમો જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે હાલોલ રલ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ૬ જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
હાલોલ રૂરલ પોલીસે ટીબી ગામે કોર્ટ સામે જાહેરમાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ધુળાભાઈ યુવરાજભાઈ બારોટ, અકકુભાઈ લાખાભાઈ ગઢવી, પાર્થ દિપકકુમાર પારેખ, રમેશભઈ દેવકરણભાઈ બારોટ, કાર્તિક રમેશભાઈ ચાવડ, પ્રકાશ દિલીપભાઈ રાઠવાને ઝડપી પાડયા હતા. ઝડપી પાડવામાં આવેલ જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રૂ.૨૩૮૫/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ બાબતે હાલોલ રલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.