
ધાનપુર તારીખ ૨૨ નારોજ ધાનપુર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય ધાનપુર સેન્ટર ખાતે પત્રકાર મીડિયા સેમીનાર રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો.
રક્ષાબંધનના કાર્યક્રમમાં દાહોદ થી કપિલા દિદિ લીમખેડાથી કોકીલા દિદિ કાટુ પ્રાથમિક શાળા ના આચાર્ય પ્રતાપ સિહ મેડા ધાનપુર પ્રજાપિતા બ્રહ્માકુમારી ધાનપુર તાલુકા સેન્ટરના લીલા દિદિની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ બહેનો આગેવાન ભાઈઓ ધાનપુર પ્રજાપિતા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે મીડિયા મીત્રો ભાઈઓ-બહેનો એ રક્ષાબંધનનો કાર્યક્રમ ધામ ધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. આજના રક્ષાબંધનના કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદ ધાનપુર તાલુકાના મહામંત્રી રમેશભાઈ દહમાએ જોરદાર પ્રવચન આપ્યું લીમખેડા સેન્ટરના કોકીલાદિદિએ સુંદર વક્તવ્ય આપ્યું. દાહોદથી કપિલા દિદિ એ મનને શાંતિ મળે તેવું સુંદર વક્તવ્ય આપ્યું આજના રક્ષાબંધનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.