શહેરામાં શ્રાવણ માસના પ્રારંભ સાથે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા

શહેરામાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવાલયો “હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા.વહેલી સવારથી પૌરાણિક મરડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું.

શહેરા ખાતે આવેલા પૌરાણિક મરડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડ,નગરના અગ્રણી વેપારી મનીષભાઈ કનૈયાલાલ મુલચંદાણી, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ , જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠક, તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત શિવભક્તોએ મહાદેવને બીલીપત્ર, દૂધ અને જળઅભિષેક કરી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. શ્રાવણ માસના પ્રથમ દિવસે સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપરાંત દૂર-દૂરથી અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શિવભક્તો દાદાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. દિવસ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તોની સતત અવરજવર રહી હતી અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.