
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર ભંગ થયા બાદ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, યુએસ રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાના દાવાને સમર્થન આપતો નકશો શેર કર્યો છે. તેમણે તેને અમેરિકાનો ‘નવો પ્રદેશ’ ગણાવ્યો છે. રાષ્ટÙપતિ ટ્રમ્પે તેમના સોશિયલ એકાઉન્ટ પર આ નકશો શેર કરીને કહ્યું,
“ન્યૂઝ યુ.એસ. ટેરિટરી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ.” ટ્રમ્પના દાવાથી ફરી એકવાર મધ્ય પૂર્વમાં ખળભળાટ મચી ગયો છે.અગાઉ, ૧૪ ઓગસ્ટના રોજ, ટ્રમ્પે લોંગ આઇલેન્ડમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટૂંક સમયમાં યુએસ પ્રદેશ જાહેર કરવામાં આવશે. થોડા દિવસો પછી, ૧૮ ઓગસ્ટના રોજ, તેમણે આ જ છબી શેર કરી હતી અને કહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટૂંક સમયમાં યુએસ પ્રદેશ જાહેર કરવામાં આવશે.
હોર્મુઝ સ્ટ્રેટ અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે નોંધપાત્ર વિવાદ થયો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતું કે તેહરાને તેને ફરીથી ખોલવું જાઈએ, જ્યારે ઈરાને કહ્યું હતું કે હોર્મુઝ તેના નિયંત્રણમાં રહેશે અને તે આ વિસ્તારમાં જે ઈચ્છે તે કરશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર ટ્રમ્પના દાવાની પણ ટીકા કરી છે અને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે.
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરીટી કાઉન્સિલ સેક્રેટરી મોહસેન રેઝાઈએ કહ્યું કે જ્યાં સુધી અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ નહીં કરે અને પોતાનું વર્તન નહીં બદલે ત્યાં સુધી તેહરાન હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલશે નહીં. ઈરાન ઈન્ટરનેશનલે રેઝાઈને ટાંકીને કહ્યું, “હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે અને ફરી ખુલશે નહીં. જા અમેરિકા પોતાનું વર્તન બદલશે અને પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરશે, તો સમીકરણ બદલાશે, પરંતુ આ વખતે અમેરિકાએ પગલાં લેવા પડશે. આનો ઉકેલ વાતચીત અને વાટાઘાટો દ્વારા લાવી શકાતો નથી.”ઈરાન સાથે યુદ્ધ પહેલા, વિશ્વના તેલનો પાંચમો ભાગ આ મહત્વપૂર્ણ માર્ગ પરથી પસાર થતો હતો, પરંતુ ઈરાન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી, સ્ટ્રેટ મોટાભાગે અન્ય ટ્રાફિક માટે બંધ થઈ ગયો છે. આનું કારણ એ છે કે ઈરાન જહાજા પર હુમલો કરે છે. ઈરાન ઈચ્છે છે કે અમેરિકા નાકાબંધી હટાવે, યુદ્ધના નુકસાનની ભરપાઈ કરે, આર્થિક પ્રતિબંધો હટાવે અને ઈરાનની જપ્ત કરેલી સંપત્તિ મુક્ત કરે. ટ્રમ્પની નવી જાહેરાતથી મધ્ય પૂર્વમાં તણાવ વધવાની શક્યતા છે.