
ગોધરા શહેરમાં ગણેશોત્સવ પૂર્વે ભાટવાળા નવ યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર વિસ્તાર ગણપતિ બાપ્પાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું.ગણેશજીની પ્રતિમાની આગમન યાત્રામાં મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ શ્રદ્ધાભેર ભગવાન શ્રી ગણેશજીનું સ્વાગત કર્યું હતું.
