શહેરા નગરપાલિકાના વોર્ડ નંબર-૪ માં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરનો મોટો ભાગ તૂટી પડતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે અને ઘરવખરીને પણ નુકસાન થયું છે
ઘર માલિકના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે તેમનું ઘર અચાનક ધરાશાયી થયું હતું. આથી, પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે અને ઘરમાં રહેલો સામાન તેમજ જરી વસ્તુઓને પણ નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વોર્ડના કોર્પોરેટરો સ્થળ પર પહોંચ્યા હતા. અસરગ્રસ્ત પરિવારે તંત્ર પાસે તાત્કાલિક સહાય, નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન અને વળતર ચૂકવવાની માંગ કરી છે.