ગોધરા પટેલવાડી સામે ભાડાના મકાન માંથી રૂ.૧.૧૮ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

ગોધરા પટેલવાડી સામે ભાડાના મકાનમાં પહેલ માળે રહેતા ફરિયાદીના ધરમાં તિજોરીમાં મૂકી રાખેલા સોના-ચાંદીના દાગીના કિંમત રૂ.૧,૧૮,૨૧૩/-ની મત્તાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા પટેલવાડીની સામે મિતેશભાઈ રાણાના મકાનમાં પહેલા માળે ભાડાથી રહેતા જશવંતભાઈ લાલાભાઈ વણકરના ધરમાં તા.૨૪ ઓગસ્ટના રોજ ધરમાં તિજોરીમાં મૂકી સોના-ચાંદીના દાગીના મૂકી રાખેલ હતા. જેમાં સોનાનું મંગળસૂત્ર વજન-૨૨.૭૩૦ ગ્રામ કિંમત રૂ.૯૬,૧૨૩/-, સોનાની વીંટી કિંમત રૂ.૨૦,૦૦૦/-, ચાંદીના સિકકારૂ.૨૦૦/-, સોનાની ચુની કિંમત રૂ.૧૨૦૦/-, ચાંદીના નાના કડા કિંમત રૂ.૬૦૦/- મળી કુલ રૂ.૧,૧૮,૨૧૩/-ની મત્તાની ચોરી થયેલ હોય ફરિયાદીને પાડોશી રોશનીબેન ભોઈ પર શંકા હોય તેમની સાથે ચર્ચા કરવા છતાં ઉકેલ નહી આવતાં ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.