
શહેરા નગરની શિવમ સોસાયટી ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ જ્ઞાનગંગા ભવન ખાતે દાદી પ્રકાશમણીજીની ૧૯મી પુણ્યતિથિના પાવન પ્રસંગે રક્તદાન શિબિર તથા વ્યસનમુક્તિ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ૪૦થી પણ વધુ દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. શહેરા નગરની શિવમ સોસાયટી ખાતે સ્થિત બ્રહ્માકુમારીઝ જ્ઞાનગંગા ભવન ખાતે સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા પરમપૂજ્ય દાદી પ્રકાશમણીજીની ૧૯મી પુણ્યતિથિના પાવન પ્રસંગે સામાજીક ઉત્તરદાયિત્વના ભાગપે રક્તદાન શિબિર તથા વ્યસનમુક્તિ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, સ્થાનિક ભાજપ અગ્રણી રમેશભાઈ ખાંટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નિષ્ણાત તબીબ ડો. ફેનિલ, તેમજ બ્રહ્માકુમારી રતન દીદી, જયા દીદી અને હિના દીદી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા કરવામાં આવતી સામાજીક અને આધ્યાત્મિક સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના વિશેષ સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં શહેરા અને આસપાસના વિસ્તારના યુવાનો અને રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કેમ્પ દરમિયાન ૪૦થી પણ વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સામાજીક અને માનવતા ધર્મ નિભાવ્યો હતો. ડો. ફેનિલ અને તેમની મેડિકલ ટીમ દ્વારા રક્તદાતાઓની સ્વાસ્થ્ય તપાસ કરીને સુરક્ષિત રીતે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. એકત્રિત થયેલું આ રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા ઈમરજન્સીમાં જરિયાતમંદ દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થનાર છે.રક્તદાનની સાથોસાથ સમાજમાંથી દૂષણો દૂર કરવાના આશયથી વ્યસનમુક્તિ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના રતન દીદી અને જયા દીદીએ કેમ્પમાં આવેલા ઉપસ્થિત લોકોને વ્યસનથી શરીર, પરિવાર અને સમાજ પર પડતી ગંભીર અસરો અંગે ઝીણવટભરી માહિતી આપી હતી. દીદીએ જણાવ્યું હતું કે, “વ્યસન માત્ર શરીરને જ નહીં પરંતુ વ્યક્તિના માનસિક શાંતિ અને આર્થિક સ્થિતિને પણ ખોખલી કરી નાખે છે. આજના દિવસે આ પાવન સ્થળેથી વ્યસન મુક્ત થવું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.”દીદીઓના પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી માર્ગદર્શનથી પ્રભાવિત થઈને કેમ્પમાં આવેલા અસંખ્ય લોકોએ સ્થળ પર જ તમાકુ, ગુટખા, દા અને સિગારેટ જેવા પ્રાણઘાતક વ્યસનોનો સદા માટે ત્યાગ કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.દાદી પ્રકાશમણીજીના જીવનમૂલ્યોને યાદ કરીને આયોજીત કરાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાતા સમગ્ર વાતાવરણ સામાજીક સમરસતાથી ભરાઈ ગયું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીઝ પરિવારએ ભારે જહમત ઉઠાવી હતી. અંતમાં કેન્દ્રના દીદીઓ દ્વારા તમામ રક્તદાતાઓ, ઉપસ્થિત મહેમાનો અને મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કરી તેમને પ્રોત્સાહક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.