સંખેડાના વડેલીની લક્ષ્મી વુડ ઈન્ડસ્ટ્રીમાં પરપ્રાંતીય મજૂરોની જાણ પોલીસને કરતાં ગુનો નોંધાયો

સંખેડા તાલુકાના વડેલી ગામની લક્ષ્મી વુડ ઈન્ડસ્ટ્રીમાં પરપ્રાંતીય વ્યક્તિઓને મજૂર તરીકે રાખી તેમની ઓળખ અંગે પોલીસ વેરિફિકેશન નહીં કરાવવાના મામલે ફરિયાદ નોંધાઈ છે.

છોટાઉદેપુર એસ.ઓ.જી.પોલીસે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ પેટ્રોલિંગ દરમિયાન વડેલી ગામે આવેલી લક્ષ્મી વુડ ઈન્ડસ્ટ્રીમાં પરપ્રાંતીય લોકોને રોજગારી અપાતી હોવાની માહિતી મળી હતી. આથી પોલીસે તપાસ કરી હતી.

જેમાં લાકડાના પીઠામાં કામ કરતી એક વ્યક્તિ મળતાં તેનું નામ-સરનામું પૂછતાં નારાયણભાઇ મીણા, ઉંમર ૪૨ વર્ષ, રહે. નિમ્બોદા નીચલી વાડી, તા. સાવરા, જી.ઉદયપુર, રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું હતું.નારાયણ મીણા ત્રણ મહિનાથી અહીં મજૂર તરીકે કામ કરતા હોવાનું અને તેમને મજૂર તરીકે રોજગારી ધર્મેશ પટેલ રહે.સામ્રાજ્ય સોસાયટી, અલીખેરવા (બોડેલી) દ્વારા અપાતી હોવાનું બહાર આવ્યું હતું.

જોકે, પરપ્રાંતીય વ્યક્તિને મજૂર તરીકે રાખતા અગાઉ તેની ઓળખ અંગે પોલીસ વેરિફિકેશન નહીં કરાવાયું હોવાનો તેમજ જ‚રી દસ્તાવેજો રજૂ કરાયા નહીં હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ધર્મેશ પટેલ વિ‚દ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.