ઝાલોદ, કે.આર.દેસાઈ કોલેજમાં રેડ રિબન ક્લબ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

૧૦૮ વિદ્યાર્થીઓને HIV/AIDS ટીબી, રક્તપિત, એડોલેશન અને હિપેટાઇટિસ અંગે માહિતી અપાઈ.

દાહોદ જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર ટીલાવત, જીલ્લા ક્ષય અધિકારી ડો. આર. ડી. પહાડિયા ,સબ ડિસ્ટ્રિક હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રતિમા મહેતા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.તુષાર ભાભોર, ICTC -DSRC ઇન્ચાર્જ ડો.બિરેન પટેલ ના માર્ગદર્શન હેઠળ ઝાલોદની કે. આર. દેસાઈ કોલેજ ખાતે રેડ રિબન ક્લબ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આશરે ગ.જ.જ તેમજ કોલેજ ના અન્ય ૧૦૦ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને HIV/AIDS, ટીબી, રક્તપિત, જાતીય સંક્રમિત રોગો (STIs) સ્વૈચ્છિક રક્તદાન, ડ્રગ્સના વ્યસનના દૂષ્પરિણામો, હિપેટાઇટિસ તેમજ એડોલેશન દ્વારા ઉપલબ્ધ સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત HIV/AIDS હેલ્પલાઇન નંબર ૧૦૯૭ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે ગજજના વિદ્યાર્થીઓને ઇયિફસ ઋયિય ઈંક્ષમશફ અને ટીબી મુક્ત ભારત એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી, તેમજ ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે ગ.જ.જ ના હાજર રહેલ ૫૦ વિધાર્થીએ સ્વૈચ્છિક લોહીના સક્રીનીગ ટેસ્ટીંગ કરાવડાવ્યા હતા.

આ કાર્યક્રમમાં કે.આર.દેસાઈ કોલેજના પ્રિન્સિપાલ ડો.આશિષ મોદી,N.S.S.ઇન્ચાર્જ ડો.બી.એમ ગોહિલ, કોલેજના પ્રોફેસરઓ, જીલ્લા કાર્યક્રમ સહાયક દિશા ડાપકુ, DSRCકાઉન્સેલર, ICTC કાઉન્સેલર, ICTCઝાલોદ લેબ ટેકનીશિયન, LWS સ્ટાફ, ઝઈં સ્ટાફના પ્રતિનિધિઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દ્વારા યુવાવર્ગમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે, ચેપી રોગો અંગે વૈજ્ઞાનિક સમજ વિકસે અને જ‚રી સેવાઓ અંગે માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, તેમજ IEC નું વિતરણ કરવામાં આવ્યું હતું.