
ફ્લાયદુબઈ વિમાનના કોકપીટમાં ઓમાની કો-પાયલોટ હમ્મામ અલ-હમ્મમી દ્વારા ભારતીય કેપ્ટન સ્મિત માછ પર ક્રેશ-એક્સથી હુમલો કરવામાં આવ્યો હતો, જેનો સ્મિત માછરે બહાદુરીથી સામનો કર્યો હતો, જેમાં ૧૭૪ મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવ બચાવ્યા હતા. તેમને ઇઝરાયલનો રાષ્ટÙપતિ પુરસ્કાર નાગરિક વીરતા માટે, દેશનો સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કાર પ્રાપ્ત થશે. ગંભીર રીતે ઘાયલ અને પુષ્કળ રક્તસ્ત્રાવ હોવા છતાં, ભારતીય પાઇલટે કોકપીટનો દરવાજા ખોલ્યો. તેમની હિંમતને કારણે મુસાફરો કોકપીટમાં પ્રવેશી શક્યા અને હુમલાખોર પર કાબુ મેળવી શક્યા.
ભારતીય પાઇલટ સ્મિત માછર યુએઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇઝરાયલી રાષ્ટÙપતિ આઇઝેક હર્ઝોગે જણાવ્યું હતું કે ભારતીય પાઇલટને સ્વસ્થ થયા પછી ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તેમણે કહ્યું, “આજે અમે જે ઇઝરાયલી નાયકોનું સન્માન કરી રહ્યા છીએ તેની સાથે, અમે ભારતના કેપ્ટન સ્મિત માછર સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. કેપ્ટન માછરની જબરદસ્ત બહાદુરી અને ઉત્કૃષ્ટ વ્યાવસાયિકતાએ મોટી આપત્તિ ટાળવામાં મદદ કરી. જ્યારે તેઓ સ્વસ્થ થશે, ત્યારે ઇઝરાયલના લોકો વતી તેમને નાગરિક વીરતા માટે રાષ્ટÙપતિ પુરસ્કાર પ્રદાન કરવાનું મારા માટે સન્માનની વાત હશે.”
ઇઝરાયલી ગુપ્તચર અહેવાલો અનુસાર, ફ્લાયદુબઈના સહ-પાઇલટ હમ્મામીની મૂળ યોજના વિમાનને કબજે કરવાની, તેને તેલ અવીવ લઈ જવાની અને તેને એક ઇમારત સાથે અથડાવાની હતી. કેપ્ટન માછરની બહાદુરીએ આ યોજનાને નિષ્ફળ બનાવી દીધી. ત્યારબાદ ઓમાની નાગરિકે વિમાનને રણમાં ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. જાકે, ફરજ પર ન હોય તેવા પાઇલટ્સે નિયંત્રણ મેળવ્યું અને તેને સાઉદી અરેબિયામાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું.
ઇઝરાયલી રાષ્ટ્રપતિએ ફ્લાયદુબઈના સહ-પાયલટને કાબુમાં લેવામાં અને તેને વિમાન ક્રેશ થતા અટકાવવામાં મદદ કરનારા પાંચ ઇઝરાયલીઓને “બહાદુરી” પુરસ્કારો એનાયત કર્યા છે. હર્ઝોગે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, “તમે બીજાઓના જીવ બચાવવા માટે પોતાને જાખમમાં મૂક્્યા અને એક ભયંકર દુર્ઘટના અટકાવી. આજે, આખી દુનિયાએ ઇઝરાયલી સમાજનો સુંદર અને હિંમતવાન ચહેરો જાયો છે.” વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેપ્ટન સ્મિથ માછરની બહાદુરીની પ્રશંસા કરી છે.