
ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર દાહોદ શવમય બન્યું છે. શ્રાવણ મહિનાના ખાસ અવસરે નગરના વિવિધ શિવાલયોમાં ભક્તો માટે વિશેષ પૂજા-અર્ચના અને મનોહર ઝાંખીઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શિવભક્તોને શિવજીના વિવિધ રૂ૫ અને પવિત્ર ધામોના દર્શન કરાવવા માટે શહેરના મુખ્ય મંદિરોને આકર્ષક થીમ આધારિત સણગારવામાં આવ્યા છે, જેને નિહાળવા માટે શવભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. નાગેશ્ર્વર મહાદેવ મંદિર: નાગેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે બાબા અમરનાથ અને ગૌરીશંકર મહાદેવની પ્રતિકૃતિ સમી ભવ્ય ઝાંખી તૈયાર કરવામાં આવી છે. બાબા અમરનાથના દર્શનનો અહેસાસ કરાવતી આ ઝાંખી ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્ર્યંબકેશ્ર્વર મહાદેવ મંદિર અહીં શ્રદ્ધાળુઓ માટે પ્રસિદ્ધ સાવરીયા શેઠની મનોરમ્ય સ્વીમ આધારિત દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે, જેને જોઈને શિવભક્તો ભાવવિભોર બન્યા છે.મન કામેશ્ર્વર મહાદેવ મંદિર: મન કામેશ્ર્વર મહાદેવ મંદિર પરિસરમાં રાષ્ટ્રપ્રેમ અને ભક્તિનો અનન્ય સંગમ જોવા મળ્યો છે. અહીં દેશભક્તિથી પ્રેરિત તિરંગા થીમ પર આધારિત વિશેષ શણગાર અને ઝાંખી યોજવામાં આવી છે. ભક્તોમાં ભારે ઉત્સાહ:દરેક શિવાલયમાં સવારથી જ ’હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાય’ના નાદ ગુંજી ઉઠ્યા છે. સંધ્યા આરતી સમયે વિવિધ થીમ પર આધારિત મનોહર દર્શનનો લાભ લેવા મહિલાઓ, બાળકો અને વડીલો મોટી સંખ્યામાં મંદિરોએ પહોંચી રહ્યા છે. સ્થાનિક આયોજકો અને મંદિર સમિતિઓ દ્વારા દર્શનાર્થીઓ માટે સુચા વ્યવસ્થા અને દર્શનની સુવિધા ઊભી કરવામાં આવી છે.
દાહોદ શ્રાવણ માસ નિમિત્તે દાહોદના વિવિધ મંદિરોમાં ઝાંકીનું આયોજન શ્રી નાગેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે અમરનાથ ગૌરીશંકર મહાદેવ મંદિર અને ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે સાવરીયા શેઠ તેમજ મન કામેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે તિરંગા થીમને ઝાંખી દર્શન કરવા માટે લોકો ઉમટ્યા હતા.