ગુજરાત રાજ્ય એચ. ટાટ સંઘના નેજા હેઠળ એચ. ટાટના કેટલાક પડતર પ્રશ્નો બાબતે જીલ્લા કલેકટરને આવેદન અપાયું

વિદ્યાર્થીઓ ઉજ્જવલ ભવિષ્ય માટે તમામ એચ.ટાટ આચાર્યો સતત કાર્યશીલ છે આમ છતાંય શિક્ષણ વિભાગ દ્વારા આ કેડર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. એક કર્મચારી તરીકે મળતા લાભ બાબતે સતત કાયદાકીય પ્રક્રિયાનો સહારો લેવો પડે છે, જે ખરેખર આચાર્યની ગરિમ અને ઠેસ પહોંચાડવી અને મોરલ ડાઉન થાય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે જે ખરેખર ઉચિત નથી. જેથી ગુજરાત રાજ્ય એચ. ટાટ સંઘના નેજા હેઠળ દરેક જીલ્લામાં મુખ્ય શિક્ષકોના કેટલાક પડતર વહીવટી પ્રશ્નોના ઉકેલ માટે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી થતાં આજે ગુજરાત રાજ્ય એ ટાટ સંઘના નેજા હેઠળ પડતર પ્રશ્નો બાબતે દાહોદ જીલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મુદ્દાઓમાં તમામ પ્રકારની બદલીઓ વાર્ષિક ધોરણે નિયમિત કરવી, ભરતીથી નિમણૂક આ મેળવેલ એચ. ટાટ આચાર્યોને એક ઈજાફો આપવો, અનુદાનિત સંસ્થાના કર્મચારીઓની અગાઉની સેવાને હાલની સેવા સાથે જોડી તમામ હેતુસર સળંગ ગણવી, વિદ્યાર્થીઓની ૩૦૦થી વધુ સંખ્યા હોય તે શાળાઓને શાળા સહાયક (ક્લાક) મળે તે પરિપત્ર છે છતાંય જ ફાળવેલ નથી તે ફાળવણીના કેન્દ્રીયકૃત રીતે કરવી, વેકેશનલ પોસ્ટ થઈ તે પહેલા વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૯ સુધીના સમયગાળાની વેકેશનની રજા પ્રાપ્ત નાણાકીય સતત બદલાતી બેંક જંગ પ્રક્રિયાબંધ શાળાની રોજીંદી નાણાંકીય બાબતો મુશ્કેલ બને તેવા કોઈ પ્રયાસ કરવા નહીં, તથા અન્ય વહીવટી પ્રશ્નોના ત્વરીત નિરાકરણની માંગણી શિક્ષણ વિભાગ સુધી પહોંચે તે બાબતનું આવેદનપત્ર આપ્યું હતું.