
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન.
લુણેશ્ર્વર મહાદેવ મંદિરથી શ્રી પી. એન. પંડ્યા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુધી યોજાઈ ભવ્ય શોભાયાત્રા.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની સૂચના મુજબ સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જનસમુદાયમાં સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે મહીસાગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૨૫, ૨૭ અને ૨૯ ઓગસ્ટ દરમિયાન ત્રિ-દિવસીય સંસ્કૃત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણીના ભાગપે આજ રોજ લુણાવાડા સ્થિત સુપ્રસિદ્ધ લુણેશ્ર્વર મહાદેવ મંદિર પરિસર ખાતેથી ભવ્ય સંસ્કૃત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને મહીસાગર જીલ્લા કલેક્ટર અર્પિત સાગરે ઉત્સાહપૂર્વક લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સંસ્કૃત યાત્રા લુણેશ્ર્વર મહાદેવ મંદિરથી શ થઈ નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શ્રી પી. એન. પંડ્યા કોલેજ ખાતે સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેવવાણી સંસ્કૃતના શ્લોકોચ્ચાર અને સુભાષિતોના નારાઓ સાથે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના મહત્વનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,આ ત્રિ-દિવસીય સપ્તાહ અંતર્ગત આગામી તા. ૨૯/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કિસાન માધ્યમિક વિદ્યાલય, લુણાવાડા ખાતે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આજના આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારી નૈલેષકુમાર મુનિયા, પ્રાંત અધિકારી ઉમેશ શાહ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા-કોલેજના આચાર્યઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.