
મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનમાં જાળવવામાં આવતા વિવિધ રજીસ્ટરો, દસ્તાવેજો તથા કામગીરી સંબંધિત નોંધોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષકએ પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓ અને કર્મચારીઓને જરી માર્ગદર્શન તથા મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે પણ જરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નવીન વાત્સલ્ય કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં આવનાર નાગરિકો માટે વધુ અનુકૂળ અને સંવેદનશીલ વાતાવરણ ઊભું કરવાના હેતુથી આ કક્ષ શ કરવામાં આવી છે.પોલીસ અધિક્ષકના વાર્ષિક ઇન્સ્પેક્શનને પગલે પોલીસ કર્મચારીઓમાં કામગીરીને વધુ સુદૃઢ અને જવાબદારીપૂર્વક આગળ વધારવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો.