
દાહોદ-ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર બે અલગ-અલગ સ્થળે સજાવેલા માર્ગ અકસ્માતોને કારણે હાઇવે પર ચક્કાજામની સ્પિતિ સજાઈ હતી. બે અકસ્માતમાં કુલ ચાર વાહનોને ભારે નુકસાન પહોંચ્યું
મળતી માહિતી મુજબ, પ્રથમ અકસ્માત દાહોદ નજીક આવેલા જાલત ગામ પાસે સર્જાયો હતો. મધ્યપ્રદેશતરફથી અમદાવાદ જઈ રહેલી આઈસર ગાડી અને ટ્રાલા વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. માર્ગ વચ્ચે જ અકસ્માત સર્જાતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેથી ટ્રાફિક સુચા રાખવા માટે પોલીસ દ્વારા નજીકના માર્ગ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે, ડાયવર્ઝન આપ્યા બાદ દાહોદથી મધ્યપ્રદેશ તરફ જતા રસ્તા પર વધુ એક આઈસર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક જ ટ પર ટૂંકા સમય ગાળામાં બે અલગ- અલગ અકસ્માત સર્જાતાં હાઇવેના બંને તરફનો વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને હાઇવે ઓથોરિટીના સભ્યો કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. રસ્તા વચ્ચે બંધ પડેલા અકસ્માતગ્રસ્ત વાહનોને કેન અને જેસીબી (ઉંઈઇ)ની મદદથી ખસેડીને રાતો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે કાયદે સરની કાર્યવાહી હાથ ધરી છે.