દે.બારીઆ તાલુકાના તોયણી ગામમાંથી પસાર થતાં નેશનલ કોરીડોર હાઈવેને કામગીરીમાં કેટલાય ખેડુતોની જમીન અને મકાન સંપાદન કરાયુ હતુ. જેમાં કેટલાક ખેડુતો જમીન અને મકાન વિહોણા પણ થયા છે. જે ખેડુત પરિવારો સાથે અન્ય જગ્યાએ વસવાટ કરવા મજબુર બન્યા છે.
તોયણી ગામની ડામોર ફળિયા પ્રા.શાળામાં ધો.-૧ થી ૫ ના વર્ગના ૭૧ જેટલા બાળકો અભ્યાસ કરે છે. નેશનલ કોરીડોર હાઈવેમાં આ શાળાનુ આખુ મકાન તોડી પડાયુ હતુ. જેને કારણે છેલ્લા બે વર્ષથી આ શાળાના બાળકો ખાનગી મકાનમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ગ્રામજનો અને વાલીઓએ નવુ મકાન બનાવી આપવા માટે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. જે બાદ પંચેલા ગામની ગોૈચર જમીનમાં ૨ હજાર ચો.મી.જમીન શાળાના મકાન તેમજ રમત-ગમત મેદાન માટે ફાળવવા હુકમ કર્યો હતો. હાઈવે ઓથોરિટીએ શાળાના મકાનના બાંધકામ માટે ગત તા.૧૮ ફેબ્રુ.ના રોજ .૬,૫૬,૮,૨૪૧ સરકારમાં જમાં કરાવી દીધા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને પણ ગ્રામજનોએ આ મુદ્દે રજુઆત કરતા સાંસદે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીને આ અંગે પુછતા તેઓએ મકાનના બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારે નવુ સત્ર શ થાય તે પહેલા શાળાનુ નવુ મકાન બનાવી આપવા માંગ કરાઈ છે.