બોડેલીના વણિયાદ્રી ગામ પાસે નર્મદા નિગમની બ્રાન્ચ કેનાલમાં સ્નાન કરી પાણી દુષિત કરાયુ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વણીયાદ્રી ગામ પાસે આવેલ નર્મદા નિગમની બ્રાન્ચ કેનાલમાં ફિલ્ટરવાળુ પાણી લેવામાં આવે છે. ત્યાં યુવાનો જોખમી સ્નાન કરી રહ્યા છે. જેનાથી પાણી દુષિત થઈ રહ્યુ છે. જયારે આ પાણી ફિલ્ટર પ્લાન્ટમાં જઈ અને ફિલ્ટર કરી લોકોને પીવા માટે આપે છે. જે ૫૦થી વધુ ગામોને પાણી પહોંચાડે છે. ત્યારે આવી રીતના સ્નાન કરતા યુવાનોને રોકવા જોઈએ તેવી માંગ કરાઈ છે.

છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની ગરમીની શ‚આત થતાં જ નદી અને કોતરોમાં પાણી સુકાતા યુવાનો ગરમીથી રાહત મેળવવા માટે કેનાલમાં સ્નાન કરે છે. ત્યારે બોડેલી તાલુકાના વણિયાદ્રી ગામ પાસે આવેલી નર્મદા નિગમની સંખેડા બ્રાન્ચ કેનાલમાં યુવાનો સ્નાન કરીરહ્યા છે. અને તે સ્નાન જોખમી પણ છે. જયારે યુવાનો સ્નાન કરીને પાણીને દુષિત કરી રહ્યા છે. આ પાણી લોકોને પીવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ફિલ્ટર પ્લાન્ટમાં આ પાણી લઈને જઈને લોકોને પીવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવે છે. ત્યારે આ રીતના સ્નન કરીને પાણીને દુષિત કરાઈ રહ્યુ છે.