છોટાઉદેપુરની ઓરસંગ નદી રેતીને લીધે કાંકરા અને પથ્થરો દેખાયા : રેતી ખનનથી પાણીના સ્તર ઉંડા ઉતર્યા

છોટાઉદેપુર નગર અને જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં વર્ષોથી બેફામ રેતી ખનનથી હવે માત્ર પથ્થર અને કાંકરા રહ્યા છે. આવનાર દિવસોમાં રેતી પણ જોવા નહિ મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.આડેધડ રેતી ખનનથી ઓરસંગ નદીમાં દર વર્ષે પાણીના સ્તર ઉતરતા જાય છે.

ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળી છોટાઉદેપુર નગરની અંદાજે ૩૫ હજાર જેટલી વસ્તી અને આસપાસના વિસ્તારને પાણી પુ‚ પાડે છે. પરંતુ બેફામ રેતી ખનનથી પાણીના સ્તર ઉંડા ગયા છે. જેના કારણે આવનાર દિવસોમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે. નવો બનાવેલો રેલ્વે બ્રિજને તથા છોટાઉદેપુર નગરને જોડતા કવાંટ તરફ જતાં બ્રિજને તથા અલીરાજપુર તરફ જતાં બ્રિજને પણ નુકસાન લોકો તેનુ ભોગવી રહ્યા છે. છોટાઉદેપુર નગરમાં કવાંટ તરફ જતાં બ્રિજની નીચે અને અલીરાજપુર તરફ જતાં બ્રિજની આસપાસ લીઝ આવેલી નહિ હોવા છતાં બેફામ ખોદકામ થતાં કાંકરા તથા પથ્થરો દેખાઇ રહ્યા છે. અલીરાજપુર બ્રિજ પાસે તથા ફતેપુરા વારીગૃહના કુવાની ચેનલ આવેલી છે. રેતીના સ્તર ઓછા થતાં ચેનલોને પણ નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે. અંદાજિત ‚.૭ કરોડના ખર્ચે ઓરસંગ નદી ઉપર નવો ચેકડેમ બનાવ્યો છે.પરંતુ અજાણ્યા શખ્સો દ્વારા ડેમના દરવાજાની પ્લેટો કાઢી નાંખતા બધુ પાણી વહી જતાં પાલિકાને હાફેશ્ર્વરની નર્મદા પાણીનુ પાણી મંગાવવાની ફરજ પડી છે. નગરના માથે આકરા ઉનાળામાં પાણીનુ સંકટ સર્જાય તેમ લાગી રહ્યુ છે. ઓરસંગ નદીમાં થતા બેફામ રેતી ખનન સામે તંત્ર દ્વારા વહેલી પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.