
કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા મોડી રાત્રે સ્થાનિકોમાં ચિંતા જાવા મળી હતી. રાત્રે આશરે ૧ઃ૩૦ વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૩ નોંધાઈ હતી.મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી દક્ષિણ-પૂર્વ દિશામાં આશરે ૨૧ કિલોમીટર દૂર નોંધાયું હતું. કેન્દ્રબિંદુની આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક કંપન અનુભવાતા કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. જાકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી તેની અસર વ્યાપક જાવા મળી નહોતી.ભૂકંપ બાદ રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
મોટા પ્રમાણમાં માલમિલકતને નુકસાન થયું હોવાની માહિતી પણ મળી નથી.કચ્છ ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અને અહીં સમયાંતરે નાના-મોટા આંચકા નોંધાતા રહે છે. ભચાઉ નજીક આવેલા આ તાજા આંચકાને પગલે સ્થાનિકોમાં ફરી એકવાર ભૂકંપને લઈને ચિંતા જાવા મળી છે.હાલમાં સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે અને કોઈ મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.