
હાલ શ્રાવણ મહિનો ચાલુ છે અને શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર સોમનાથ દાદાના દર્શને આવ્યા અને સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું. તેમણે સારા વરસાદ માટે મહાદેવને પ્રાર્થના પણ કરી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં દારૂબંધી ઉપર પણ સૂચક નિવેદન આપ્યું.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દારૂબંધી વિશે કહ્યું કે, દારૂબંધી હટાવવા થી ગુજરાત સરકાર ને હજારો કરોડ ની આવક થાય પરંતુ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા દારૂબંધીના કારણે જ મજબૂત છે. તેમણે કહ્યું કે મોટા ભાગના ગુજરાતીઓ દારૂબંધીના સમર્થનમાં છે. તેમણે શંકરસિંહ વાઘેલાના દારૂબંધી મુક્તિના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું. તેમણે કહ્યું કે શંકરસિંહ નિવેદન આપે તે તેમનો વ્યÂક્તગત વિષય છે.
તાજેતરમાં જ ચર્ચામાં આવેલા અને વિરોધ પ્રદર્શનો પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આંદોલન તો આઝાદી વખતે પણ થતાં હતાં..અને આઝાદી પછી પણ થયા છે. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન સમયે હું પણ યુવા અવસ્થામાં આંદોલનમાં જાડાઈ ચૂક્યો છું. તેમણે કહ્યું કે, ઝેન જી આ તો શબ્દ નવો આવ્યો છે. પરંતુ યુવાનો હમેશાં જ્યારે કોઈ વિચાર આવે પ્રેરણા મળે કે પ્રોત્સાહન મળે ત્યારે પોત પોતાની રીતે આંદોલન કરતા હોય છે. સત્તા પક્ષે જે કોઈ સરકાર હોય કે નેતાગીરી હોય એમણે પણ યુવાનોને પ્રેમથી સમજાવી યુવાનોનું આંદોલન સમેટવું જોઈએ. નીતિન પટેલે વધુમાં કહ્યું કે, દિલ્હી જંતર મંતર ખાતે પણ સરકારે સમજદારી પૂર્વક આંદોલનનું સુખદ ઉકેલ લાવ્યો છે.
અત્રે જણાવવાનું કે ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે. ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જાઈ રહ્યા છે ત્યારે સોમનાથ મહાદેવ સારો વરસાદ આપે તે માટે પણ ખાસ પ્રાર્થના કરી હતી.અત્રે નોંધનીય છે કે હાલમાં જ દારૂબંધીવાળા ગુજરાતમાં લઠ્ઠાકાંડે ભારે તબાહી મચાવી અને અનેક લોકોના જીવ લીધા. જેના પગલે દારૂબંધી પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભાવનગરમાં થયેલા નકલી દારૂકાંડે અત્યાર સુધીમાં ૧૩ લોકોના જીવ ગયા છે. આ બધા વચ્ચે શંકરસિંહ વાઘેલાએ દારૂબંધી વિશે એક એવું નિવેદન આપ્યું જે ચર્ચામાં આવ્યું. બીજી બાજુ નીતિન પટેલ ઉપરાંત ભાજપના નેતા જીતુ વાઘાણીએ પણ સ્પષ્ટ કરી દીધુ કે ગુજરાતમાં દારૂબંધી લાગૂ રહેશે.