બાવકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાદેવના દર્શન કરી ગ્રામજનો સાથે યોજી જનસુનાવણી

-પાણી, રસ્તા, વીજળી અને પુલ સહિતના પ્રશ્નો સાંભળી સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને આપ્યા સૂચનો.

દાહોદ જીલ્લાના ત્રિદિવસીય પ્રવાસના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ તાલુકાના બાવકા ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બાવકા ખાતે આવેલા સુપ્રસિદ્ધ પૌરાણિક શિવમંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન કરી રાજ્યની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. શાસ્ત્રી શિવાંગ ભટ્ટ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજા-અર્ચના કરાવવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મંદિરના ઐતિહાસિક અને સ્થાપત્ય વારસાની જાણકારી મેળવી મંદિર પરિસરનું નિરીક્ષણ પણ કર્યું હતું.

ત્યારબાદ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બાવકા ગામે જનસુનાવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સાથે સીધો અને આત્મીય સંવાદ સાધી તેમના પ્રશ્નો, મુશ્કેલીઓ અને અપેક્ષાઓ જાણી હતી. ગ્રામજનોએ પીવાના પાણીની સુવિધા, પાકા રસ્તાઓનું નિર્માણ, વીજ જોડાણ, તળાવોના ઊંડાણ તેમજ નદી પર નવા પુલના નિર્માણ સહિતના વિવિધ પ્રશ્નો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા.

મુખ્યમંત્રીએ ગ્રામજનોની રજૂઆતોને અત્યંત ધીરજ અને સંવેદનશીલતાપૂર્વક સાંભળી દરેક પ્રશ્નની વિગતો મેળવી હતી તેમજ સંબંધિત અધિકારીઓ પાસેથી જ‚રી માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની પાયાની જ‚રિયાતો પૂર્ણ કરવી અને તેમના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું એ સરકારની પ્રાથમિકતા છે. સામાન્ય નાગરિકોને પોતાની રોજિંદી મુશ્કેલીઓના ઉકેલ માટે કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને ગામમાં જ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે વહીવટી તંત્રએ સંવેદનશીલતા સાથે કામગીરી કરવી જોઈએ.

મુખ્યમંત્રીએ દરેક ઘર સુધી વીજ જોડાણ પહોંચે, ગામોને જોડતા રસ્તાઓ પાકા બને, પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ થાય તેમજ તળાવોના ઊંડાણ સહિતનાં વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને ભારપૂર્વક સૂચના આપી હતી. ગ્રામજનોની રજૂઆતોને પ્રાથમિકતા આપી તેનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા પણ તેમણે સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા હતા.

બાવકા ખાતે એક તરફ પૌરાણિક શિવમંદિરમાં દર્શન કરી ઐતિહાસિક ધરોહર પ્રત્યે આદર વ્યક્ત કરવો અને બીજી તરફ ગ્રામજનોની વચ્ચે બેસીને તેમના પ્રશ્નો ‚બ‚ સાંભળવા જેવા પ્રસંગોએ મુખ્યમંત્રીની દાહોદ પ્રવાસની મુલાકાતને વિશેષ મહત્વપૂર્ણ બનાવી હતી. જનસુનાવણીમાં ગ્રામજનોએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ સીધી રજૂઆત કરી શક્યા તે બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.