વાંચશે ગુજરાત, તો આગળ વધશે ગુજરાત : દાહોદ લાયબ્રેરીમાં મુખ્યમંત્રીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ

મુખ્યમંત્રીએ લીધી દાહોદ સ્માર્ટ સિટી લાયબ્રેરીની મુલાકાત.

યુવાનોમાં વાંચન સંસ્કૃતિ વધે તે માટે લાયબ્રેરીની ભૂમિકા મહત્વની : મુખ્યમંત્રી.

મુખ્યમંત્રી દાહોદ જીલ્લાના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ ખાતે આવેલી સ્માર્ટ સિટી લાયબ્રેરીની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન તેમણે લાયબ્રેરીમાં ઉપલબ્ધ વાંચન સુવિધાઓ, અભ્યાસ માટેની વ્યવસ્થાઓ તથા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ લાયબ્રેરીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના અભ્યાસ અને તૈયારી અંગે જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે તેમણે યુવાનોમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને અભ્યાસ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બને તે દિશામાં લાયબ્રેરીની ભૂમિકાની જાણકારી મેળવી હતી.