વેજલપુર ગામમાં ઠેર ઠેર ૮૦ માં સ્વાતંત્ર દિનની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ૮૦માં સ્વાતંત્ર દિનની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી સરકારી કચેરીઓમાં અને શાળાઓમાં સ્વાતંત્ર દિનની ઉજવણી જેમાં સર્વોદય લઘુમતી હાઇસ્કુલ,એકતા પ્લે સેન્ટર,કે.કે.હાઈસ્કૂલ,બાલ મંદિર,ગુંજન શાળા,ગલ્સ હાઈસ્કૂલ  કે કે હાઇસ્કુલ ગલ્સ હાઇસ્કુલ શાળા વેજલપુર પોલીસ સ્ટેશન ફોરેસ્ટ ઓફીસ ગ્રામ પંચાયત સહિત શાળા અને કચેરીમાં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પ્રાથમિક શાળામાં પધારેલ તાલુકા પંચાયત સદસ્ય કુલસુમબીબી સલીમભાઈ કઠીયા માજી તાલુકા સભ્ય સલીમભાઈ કઠીયા SMC અધ્યક્ષ ઇશાકભાઈ ભોળા સી.આર.સી કોર્ડીનેટર દિનેશભાઈ માછી ગામના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળામાં બાળકો દ્વારા સ્વાતંત્ર્ય દિન વિષે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય કંચનભાઈ પરમાર દ્વારા આજના પર્વને અનુલક્ષીને સંબોધન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા પણ રાષ્ટ્રપર્વ વિષે સરસ વક્તવ્ય રજૂ કરવામા આવ્યા હતા બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય કંચનભાઈ પરમાર દ્વારા આજના પર્વને અનુલક્ષીને સંબોધન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા પણ રાષ્ટ્રપર્વ વિશે સરસ વક્તવ્ય રજૂ કર્યું હતું અને વધુમા નબળી પરિસ્થિતિ ધરાવતા બાળકોને યુનિફોર્મ આપવા માટે પંચાયત સભ્ય મહેબૂબભાઈ જમાલ તરફથી 5 જોડી, CRC સાહેબ તરફથી 6 જોડી, માજી પગાર કેન્દ્ર આચાર્ય ફતેસિંહ રાઠોડ તરફથી 5 જોડી, MDM સંચાલક ભાનુબેન તરફથી 2 જોડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય  કંચનભાઇ પરમાર દ્વારા શાળાને દાન આપનાર તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય અને એસ.એમ.સી અધ્યક્ષ દ્વારા વાલી સંમેલન કરવામાં આવ્યું હતું.ગામમાંથી પધારેલ તમામ વાલીઓને શિક્ષણમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે અવગત કરવામાં આવ્યા હતા શાળાના વિકાસ માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. અંતે શાળાના આચાર્ય શ્રી કંચનભાઈએ આવેલ તમામ વાલીઓ તથા તાલુકા પંચાયત સદસ્ય અને અગ્રણીઓનું તમામનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો