કાલોલ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ખંડેવાળ ગામે ભવ્ય ઉજવણી : મામલતદાર વિકાસ પટેલના હસ્તે થયો ધ્વજવંદન કાર્યક્રમ

કાલોલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખંડેવાળ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી.

આ તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં કાલોલના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ વિકાસ એ. પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સવારે ૯:૦૦ કલાકે ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું.

આ પ્રસંગે તાલુકાના નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી TDO, સ્થાનિક સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને રાષ્ટ્રગીત ગાન સાથે માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.