
માનગઢ હીલ ખાતે જીલ્લા કારોબારીની સામાન્ય સભામાં વિવિધ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી.
મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળની જીલ્લા કારોબારીની સામાન્ય સાધારણ સભા તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રવિવારે માનગઢ હીલ ખાતે જીલ્લા પ્રમુખ મછાર રાકેશભાઈ માનસિંહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ સામાન્ય સભામાં મહીસાગર જીલ્લાના તમામ તાલુકાઓમાંથી મંડળના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી કામગીરી અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
સભામાં વિવિધ હોદ્દાઓ માટે નીચે મુજબની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી…

જીલ્લા મહામંત્રી: પ્રવિણકુમાર કાલીદાસ અમીન, ગાંધીયાના મુવાડા પ્રાથમિક શાળા, તા. ખાનપુર, જીલ્લા ઉપપ્રમુખ: કિર્તીકુમાર કાન્તિલાલ પરમાર, તા. બાલાસિનોર, સંગઠન મંત્રી: કમલેશકુમાર માનસિંહ ડાભી, તા. બાલાસિનોર, રાજ્ય કારોબારી સભ્ય: કનુભાઈ ધુળાભાઈ વણકર, વિરપુર પ્રાથમિક શાળા, મહેમુદપુરા, રાજ્ય કારોબારી સભ્ય: બામણીયા દિનેશભાઈ દીતાભાઈ, સી.આર.સી. સંતરામપુર..
ઉપરોક્ત તમામ વરણીને સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને ઉપસ્થિત સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને શિક્ષકોના હિત તથા સંગઠનના વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ખેડા જીલ્લા પ્રતિનિધિ તરીકે કિરીટભાઈ રણછોડભાઈ વણકર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન લક્ષ્મણભાઈ સોમભાઈ રજાત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ સભ્યોનો પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.