સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત પરંપરાને અનુસરીને પંચમહાલ જીલ્લા કલેકટરએ પોતાના નિવાસસ્થાન ખાતે રાષ્ટ્રઘ્વજને સલામી આપીને ધ્વજવંદન કર્યું

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત પરંપરાને અનુસરીને પંચમહાલ જીલ્લા કલેકટર અજય દહિયાએ સૌપ્રથમ પોતાના નિવાસ સ્થાન ખાતે રાષ્ટ્રઘ્વજને સલામી આપી હતી.

આ ઉપરાંત કલેકટર કચેરી, ગોધરા ખાતે હર્ષોલ્લાસ સાથે કર્મચારીઓ/અધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.આ પ્રસંગે જીલ્લા કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓ તથા કર્મચારીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક જીલ્લા કલેકટર જે. જે. પટેલ,ગોધરા પ્રાંત અધિકારી નિરિલ મોદી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.