હાલોલ બિલીયાપુરામાં જુગાર રમતા ૬ જુગારીયાઓને પોલીસે ઝડપ્યા

હાલોલ તાલુકાના બિલીયાપુરા કેટલાક ઈસમો જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે રેઈડ કી જુગારીયાઓને રૂ.૧૫,૭૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

હાલોલ તાલુકા ‚લર પોલીસને બાતમી મળી હતી કે, બીલીયાપુરા ગામે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન અનુરાજસિંગ, હિતેશકુમાર મનુભાઈ બારોટ, ધનશયામ અંબાલાલ પરમાર, વ્રજેશકુમાર મગાભાઈ બારોટ, સાગર નગીનભાઈ બારીયાને રોકડારૂ.૧૫,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.