ઘોઘંબા BAPS મંદિરે શ્રાવણ હિંડોળા ઉત્સવ : ભક્તો ૩૧ જુલાઈથી ૨૯ ઓગસ્ટ સુધી દર્શનનો લાભ લેશે

ઘોઘંબા ઇઅઙજ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ ૩૧ જુલાઈથી શરૂ થઈને ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ચાલશે. મંદિર પરિસરમાં આકર્ષક હિંડોળા શણગારવામાં આવ્યા છે. આ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.

ઉત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭:૩૦ થી ૮:૩૦ કલાક સુધી ભક્તો હિંડોળાના દર્શન કરી પ્રસાદીનો લાભ લઈ શકે છે. આ આયોજનને કારણે સ્થાનિક ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.